વાહનોના સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે ઇ-ઓકસન પ્રક્રિયા...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટુ વ્હીલર સીરીઝ જીજે-37(એલ) અને જુની સીરીઝો જીજે- જીજે-38 (કે), જીજે-37 (ઇ), (એફ), (એચ) તેમજ ફોર વ્હીલર (એલએમવી)ની નવી સીરીઝ જીજે-27 (એમ) તથા જુની સીરીઝો (જે) બી) તેમ થ્રી-વ્હીલર રીક્ષાની સીરીઝ જીજે-37 (યુ) માં બાકી રહેલા સિલ્વર તથા ગોલ્ડન નંબર માટેનું ઇ-ઓકસન હાથ ધરવામાં આવશે. જે અન્વયે ઓનલાઇન અરજીનો સમયગાળો તા. 16થી 19 જાન્યુઆરી સુધીનો રહેશે તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. 19 થી 21 જાન્યુઆરી સુધીનો રહેશે. આ અંગે ઇ-ઓકસનનું પરિણામ તારીખ 21ના બપોરે જાહેર કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યારબાદ આ વેબસાઇટ પર લોગ-ઈન કરી, વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્યાન એક હજારના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રિફંડ માટે ખંભાળિયામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પસંદગીમાં લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું પાંચ દિવસમાં ઓનલાઇન કરવાનું રહેશે. જ્યારે નિષ્ફળ ગયેલા પસંદગીના નંબરની ફીનું રિફંડ મળવા પાત્ર નથી તેમ વધુમાં જણાવાયું છે.
જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રના એકમો માટે યાદી...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), 1959 હેઠળની જાહેરક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ – બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની, ફેક્ટરી, કોન્ટ્રાક્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ડિસેમ્બર- 202w અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-1 પત્રક તારીખ 30 જાન્યુઆરી સુધીમાં વેબ સાઈટ www.employment.gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ- ટપાલ મારફત મોકલી આપવાના રહેશે. અન્યથા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.