દરવર્ષે ઉદ્દભવતી સ્થિતિ:દ્વારકાનો જીજીયારી ડેમ લીકેજ, પાકને નુકસાની

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી અને ઉપરવાસનાં પાણીને 150 ખેડુતોના ખેતર ધોવાયા

દ્વારકાથી આશરે 20 કિલોમીટર દુર આવેલા ચરકલા ગામ પાસે આવેલ રાજાશાહી સમયનો જીજીયારી ડેમમાં ભંગાણ પડતા વરસાદી પાણી વેડફાઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ ડેમ લીકેજ થવાની ઘટના બાદ પણ પૂર્ણ રીતે રિપેર ન કરવાથી આવી ઘટના બને છે. ગામ લોકો દ્વારા જીજીયારી ડેમના કાયમી ઉકેલ માટે સિંચાઇ વિભાગે ગાંધીનગર સીડીઓ ટીમને ડિઝાઇન માટે જાણ કરવામાં આવી છે.

પરતું અંદાજે 1 કરોડ ઉપરની કિંમતનુ કામ હોય ગાંધીનગરથી કોઈ જવાબ મળતો નથી. ગત વર્ષે ગાંધીનગર કાગળો મોકલ્યા બાદ પણ ગાંધીનગરથી કોઈ જવાબ કે મુલાકાત કરવામાં આવતી નથી. સિંચાઇ વિભાગ દ્વારકા દ્વારા ગત વર્ષ પણ અહીંયા કામ ચલાઉ કામ કરાયું હતું. આમ છતાં આ વર્ષ ફરી લીકેજ થયું છે.

દરવર્ષ આ સ્થિતિ ઉત્પન્ન થતા આજુબાજુના લગભગ 150 જેટલા ખેડુતોની જમીનનું ધોવાણ થયું છે. જેથી ગામલોકો સાથે મળીને જેસીબી મશીનથી રીપેર કરે છે. પરંતુ ડેમની સ્થિતિ ખુબ ખરાબ હોવાથી એક સાંધે ત્યા તેર તૂટે જેવી થઈ છે. ચરકલા તથા આજુબાજુના લોકોને સિંચાઇ તથા પીવાના પાણી માટેનો એકમાત્ર સ્ત્રોત આ ડેમનું પાણી હોવાથી આ ડેમનું કામ તુરંત થાય તે જરૂરી છે. સિંચાઇ વિભાગે કામચલાઉ વર્ક માટે સરકાર માથી મંજુરી મળતા તુરંત કામ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...