ફરિયાદ:દ્વારકા : રીક્ષાચાલક પાસે ધીંગુ વ્યાજ વસુલી ધમકી, ફોજદારી

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બળજબરીથી પૈસા કઢાવવા દબાણ કર્યાની 2 સામે ફરિયાદ

દ્વારકા શહેરમાં આવેલ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ફરિયાદી હસમુખભાઈ સવજીભાઈ જોષીએ આરોપી યોગેશ વિઠલાણી પાસેથી પાંચેક વર્ષ પહેલાં રોકડા રૂ.30 હજાર વ્યાજે લીધેલ જેના 18 માસ સુધી માસિક 3000 લેખે કુલ 54 હજાર જેટલા રૂપિયા આરોપી યોગેશએ દસ ટકા વ્યાજ વસુલ કર્યું હતું. જે બાદમાં ફરિયાદી હસમુખભાઈએ દસ-દસ હજારના ત્રણ હપ્તા કરીને તેના 30 હજાર રૂપિયા આપી મુદ્દલ રકમ ચૂકવી દીધેલ તેમજ ફરિયાદી હસમુખભાઈએ આરોપી યોગેશ પાસેથી 55 હજાર રૂપિયા જેના 12 માસ દરમ્યાન આરોપી યોગેશએ હસમુખભાઈ પાસેથી 66000 દસ ટકા લેખે વ્યાજ વસુલ કરેલ તેમ છતાં હજુ પણ આરોપી યોગેશએ હસમુખભાઈ પાસેથી વધુ વ્યાજ તથા રૂપિયાની માંગણી કરતા હસમુખભાઈએ તેમને રૂપિયા આપવાની ના કહેતા તે હસમુખભાઈ પાસેથી હજુ પણ બળજબરીથી રૂપિયા કઢાવવા માટે હસમુખભાઈ તથા તેના પરીવારને હેરાન પરેશાન કરી દબાણ કરવામાં આવતું હોવાનુ જાહેર થયુ હતુ. ત્યારબાદ દ્વારકામાં ટી.વી.સ્ટેશન પ્રાથમિક શાળા પાસે રહેતા આરોપી સલીમ રહીમ મલેક નામના ઈસમ પાસેથી ફરિયાદી હસમુખભાઈએ રૂ.40000 લીધેલ હોય જેને હસમુખભાઈ દર મહિને દસ ટકા લેખે રૂ.4000 વ્યાજ આપી દેતો હોય તેમ છતાં આરોપી સલીમ વધુ વ્યાજની માંગણી કરતો હોય અને બળજબરીથી વધુ વ્યાજ કઢાવવા દબાણ કરતો હોય, આ પ્રકરણ અંગે ફરિયાદી હસમુખભાઈએ ઉપરોક્ત બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યોગેશ વિઠલાણી તથા સલીમ રહીમ મલેક સામે મની લેન્ડર્સ એકટ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ દ્વારકા પી.એસ.આઈ એ.એલ.બારશીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...