ધરપકડ:જૂનાગઢમાં લૂંટ આચરી દ્વારકા નાસેલા શખસ પકડાયો

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીની ટીમે બાતમીના આધારે લૂંટારૂને ઝડપી લીધો
  • દ્વારકાના​​​​​​​ વરવાળા બસ સ્ટેન્ડ પાસે ભિક્ષાવૃત્તિ કરતો હતો

દ્વારકાના વરવાળાના બસ સ્ટેન્ડ પાસે ઉભો રહી ભિક્ષાવૃત્તિ કરતા શખસને શંકાના આધારે પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા તેણે જુનાગઢમાં લૂંટ કરી હોવાની કબૂલાત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. તેમણે આ શખસની ધરપકડ કરી જુનાગઢ પોલીસને આ અંગેની જાણ કરી છે.

જૂનાગઢ જિલ્લામાં લૂંટનો ગુન્હો આચરી દ્વારકા ખાતે ભિક્ષાવૃત્તિ કરતો શબીરશાહ મહોબતશાહ રફાઈ નામનો શખ્સ હાલ દ્વારકાના વરવાળા ગામ ખાતે રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભો છે. જે હકીકતના આધારે એસ.ઓ.જી.પોલીસે ઉપરોક્ત આરોપી શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસ દ્વારા આરોપીની આગવી ઢબે, યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આજથી આશરે એકાદ મહિના પહેલા જૂનાગઢ ખાતે લૂંટનો ગુન્હો આચરેલ તેમજ જૂનાગઢથી દ્વારકા ખાતે આવી ભિક્ષાવૃત્તિ કરતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે દ્વારકા પોલીસને સોંપી આપતા દ્વારકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...