આવતીકાલે દ્વારકાનું આકાશ બનશે રંગબેરંગી:દ્વારકાવાસીઓની વિકેન્ડ ડબલ ધમાલની તૈયારીઓ પૂર્ણ; કુરંગા પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી

દ્વારકા ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં જ્યારે સંક્રાંતિ મનાવવાની હોડ જામી છે. ત્યારે દ્વારકાવાસીઓએ પણ પતંગોના પર્વની ઊજવણી કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ વખતે શનિવારે ઉત્તરાયણ પર્વ આવતું હોય ત્યારે શનિ-રવિ એમ બબ્બે દિવસ પતંગ ઉડાવવાનો અને પેચ લડાવવાની અને બબ્બે દિવસ સુધી તહેવારનો લુત્ફ ઉઠાવવા સુધીની સંપૂર્ણ તૈયારીઓ પતંગ રસીયાઓએ પૂર્ણ કરી લીધી છે. આમ તો દ્વારકામાં છેલ્લા એક પખવાડિયાથી ધીમે ધીમે સંક્રાતિનો માહોલ જામ્યો છે. પરંતુ છેલ્લા બે દિવસથી તેમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક તરફ ઠંડી તેનો ચમકારો દેખાડી રહી છે. ત્યારે બીજી તરફ પતંગ રસીયાઓએ પણ તહેવારના વીકેન્ડમાં ડબલ ધમાલ કરવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે.

આવતીકાલે મકરસંક્રાતિ હોય પતંગ રસીયાઓમાં છેલ્લાં પખવાડિયાથી દિન પ્રતિદિન વધતો પતંગ-દોરી-માંઝાનો ક્રેઝ ચરમસીમાએ પહોંચ્યો છે. દ્વારકાના પતંગરસીયાઓ ઉત્તરાયતપર્વ પૂર્વેના દિને પતંગ દોરી લેવા તેમજ પાકો દોરો બનાવવા માંઝો પાવા માટે ઠેર-ઠેર ઉમટી પડેલા જોવા મળ્યા હતા. આવતીકાલે ઉત્તરાયણપર્વની ઊજવણી કરવા દ્વારકામાં શાક માર્કેટ ચોક, તીનબત્તી ચોક, જોધા માણેક ચોક, મહાજન બજાર, હોમગાર્ડઝ ચોક, ભદ્રકાલી ચોક, ભથાણ ચોક વગેરે જગ્યાએ પતંગ રસીયાઓ પતંગ-દોરી-માંઝો સહિતની સામગ્રીઓ એકઠી કરવા લાગી ગયેલાં જોવા મળ્યા હતા.

અમદાવાદના પતંગ દોરાના વ્યાપારી પ્રહલાદ પટણી છેલ્લાં બાવીસ વર્ષોથી દ્વારકામાં ઉત્તરાયણ પૂર્વે પતંગ દોરાનો વ્યવસાય કરે છે. જેઓ હાલના વેકેશન જેવા માહોલમાં આ વખતે એક પખવાડીયું વહેલાં આવી પતંગ દોરાનો વ્યાપાર શરૂ કરતાં પતંગ રસિયાઓને મજા પડી ગઈ છે.

કુરંગા પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી દ્વારકા તાલુકાની શ્રી કુરંગા પ્રાથમિક શાળામાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓ પૈસાની બચતનું મહત્ત્વ સમજે તેમજ સર્જનાત્મકતા વિકસે તે હેતુથી નકામા કાગળમાંથી વેસ્ટ માંથી બેસ્ટ પતંગ બનાવવા તથા ચગાવવાની સ્પર્ધાનું આયોજન કાસુન્દ્રા તન્વીબેન તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...