દ્વારકાના મીઠાપુર તથા ખંભાળિયાના સલાયા પંથકમાં રહેતા કેટલાક આસામીઓના નામના ડુપ્લીકેટ લાયસન્સ બનાવવામાં આવ્યા હોવા અંગેની ધોરણસર ફરિયાદ થોડા સમય પૂર્વે સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમાં જે-તે સમયે નોંધાયેલા ગુનાના આરોપી તરીકે ઉત્તર પ્રદેશ રાજ્યના કુશીનગર જિલ્લાના ગાજીપુર ગામ ખાતે રહેતા અસલમ ઉર્ફે રાજુ અદાલતભાઈ ખાન (પઠાણ) નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
આ તપાસમાં ઉપરોક્ત શખ્સને ઉત્તર પ્રદેશ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. જે માટે પી.એસ.આઈ. આર.એસ સુવા, હેડ કોન્સ્ટેબલ વાલાભા સુમણીયા, નેત્રપાલસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર તથા બળદેવસિંહ ગાગીયાની ટીમ દ્વારા ગાજીપુર ગામ પાસેથી ઉપરોક્ત શખ્સનો કબજો મેળવી, વધુ તપાસ અર્થે મીઠાપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણાને સોંપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.