હરિયાળી અમાસની ઉજવણી:દ્વારકાના જગત મંદિરમાં ઠાકોરજીને લીલી વસ્તુઓ, મોર મુગટ અને લીલાછમ ફળ-ફૂલનો શણગાર

દ્વારકા ખંભાળિયા11 દિવસ પહેલા
  • દ્વારકાધીશ, દેવકી માતા અને ત્રિવિક્રમરાય મંદિરમાં હરિયાળા વાતાવરણ સાથે ઉત્સવના દિવ્ય દર્શન
  • વર્ષાઋતુમાં ઠાકોરજી જલયાત્રા-રથયાત્રા કરી વર્ષાઋતુનો આનંદ માણતા હોય છે

હરિયાળી અમાસ એટલે કે વર્ષાઋતુમાં ઠાકોરજી જલયાત્રા-રથયાત્રા કરી વર્ષાઋતુનો આનંદ ઠાકોરજી માણતા હોય છે. બાદમાં વર્ષાની હેલી સાથે કુદરતી વાતાવરણ વચ્ચે લીલાછમ કુદરતના નજારાના પુષ્પદ્રશ્ય સર્જાય છે. જેથી આજે ગુરૂવારે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં ઠાકોરજીને લીલાછમ વસ્તુઓ, મોર મુગટ અને તેમના આસપાસ લીલાછમ ફળ, ફૂલ તથા અન્ય વનસ્પતિની વચ્ચે ભગવાને આજે હરિયાળી અમાસની મોજ માણી હતી.

ઠાકોરજી હરિયાળીનો નજારો માણવા અને જોવા નગરચર્યાએ નીકળે છે
હરિયાળી અમાસમાં ઠાકોરજી હરિયાળીનો નજારો માણવા અને જોવા નગરચર્યાએ નીકળે છે, જેથી તેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. જેની આજે દ્વારકાના જગતમંદિર ખાતે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...