• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Dwarka Fixed Venue For Inspection Of Election Expenditure Accounts Of Rival Candidates; The Investigation Will Be Conducted In Three Phases

ચૂંટણી ખર્ચના રજીસ્ટરની તપાસણી:દ્વારકામાં હરીફ ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબો જોવા સ્થળ નક્કી કરાયા; ત્રણ તબક્કામાં તપાસ હાથ ધરાશે

દ્વારકા ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જિલ્લામાં હરીફ ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબોના રજીસ્ટર તપાસણી માટે તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની બેઠકો માટે તપાસણી ત્રણ તબક્કામાં થવાની છે જેના તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યા છે.​​​​​​​

​​​​​​​ખંભાળિયામાં પ્રાંત કચેરીના સભાખંડ ખાતે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગ તેમજ દ્વારકા વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબોના રજીસ્ટરની તપાસણી અંતર્ગત ખંભાળિયામાં પ્રથમ તપાસણી તા.19 નવેમ્બરે, દ્વિતીય તપાસણી તા. 23 નવેમ્બરે અને તૃતીય તપાસણી તા. 29 નવેમ્બરના રોજ સવારે 10 થી 1 દરમિયાન ખંભાળિયાની પ્રાંત કચેરીના સભાખંડ ખાતે થશે.

દ્વારકામાં નગરપાલીકાના સભાખંડ ખાતે
આ જ રીતે દ્વારકા માટે પ્રથમ તપાસણી તા. 19 નવેમ્બરે, દ્વિતીય તપાસણી તા. 23 નવેમ્બરે અને તૃતીય તપાસણી તા. 29 નવેમ્બરના રોજ સવારે 11 થી 2 સુધી દ્વારકામાં નગરપાલીકાના સભાખંડ ખાતે કરી શકાશે તેમ જિલ્લાના નોડલ ઓફિસર એકસપેન્ડીચર મોનીટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...