દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી કેટલાક હોદ્દા ઉપર ભાજપ-સત્તાધીશો,અધિકારીઓની કેટલીક નીતિરિતીને કારણે લોકોના વિકાસના કાર્યો ટલે ચડી રહ્યા હોય જેમાં દિન-પ્રતિદિન નવા નવા ફણગા ફીટી રહ્યા છે.જિલ્લા પંચાયતના એક બીન સત્તાવાર નવી નીતિ રીતિ જોવા મળી રહી છે. જોકે, જિલ્લા પંચાયતના સત્તા મેળવવા માટે ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારો મહેનત કરતા હોય છે. પરંતુ દ્વારકા જિલ્લા પંચાયતની વાસ્તવિકતા અલગ પ્રકારની ચોંકાવનારી જોવા મળી રહી છે.
દ્વારકા જિલ્લા પંચાયતમાં ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જિલ્લા પંચાયતમાં ચોંકાવનારી સ્થિતિ જોવા મળી રહી છે.કેમકે, મોટેભાગે પ્રજાહિત અને લોકોના કામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજુઆત ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખની સહમતીથી થતા હોય છે. જોકે અહીંના જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખ સરળ અને નિખાલસ સ્વભાવના છે. પરંતુ દ્વારકા જિલ્લા પંચાયતમાં કેટલાક વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓ અંદર ખાને એક મક્કમ જૂથ બનાવીને પોતાના મનગમતા કામો અને પોતાના ઈશારે અધિકારીઓ અને હોદ્દેદારોને નચાવતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
જિલ્લા પંચાયતમાં એટલું જ નહીં પરંતુ કેટલાક કર્મચારીઓ જૂથ બનાવી અંદર ખાને જુદા જુદા ટેબલો પર પોતાના માનીતા માણસો ગોઠવી પોતાનો વર્ચસ્વ અને હાઉ ઉભો કરી દીધો હોય એવા દાખલારૂપી કિસ્સો બહાર આવ્યો છે.
ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખે કામ ન કરતી કંપનીને બ્લેકલીસ્ટ કરવાની લેખિત અને મૌખિક માંગણી અને આદેશ કર્યા હોવા છતાં પણ કેટલાક કર્મચારીઓના ઈશારે કર્મચારીઓના આર્શીવાદના કારણે કોઈપણ કારણોસર કરવામાં આવતા નથી. દ્વારકા જિલ્લા પંચાયતમાં ગમે તેવો જટિલ કામ સત્તાધીશો કે કલાસવન અધિકારીઓને રજુઆત કરવા છતા પણ ના થાય તો કેટલાક જૂથવાદ ટેકો લઈને બેઠેલા કર્મચારીઓને મળી લેવાથી અશક્ય કામ ગણતરીની કલાકોમાં જ શક્ય થઈ જતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.