માછીમારી માટે જાહેરનામું પ્રસિદ્ધ:દરિયામાં કરંટના કારણે દરિયો ના ખેડવા આદેશ, નિયમનું ઉલ્લંઘન કરનાર ત્રણ સામે ગુનો નોંધાયો

દ્વારકા ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસ દ્વારા જાહેરનામા ભંગ મામલે ફોજદારી

હાલ વરસાદી મોસમના કારણે જોવા મળતા કરંટના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. છતા પણ દ્વારકા જીલ્લાના સલાયામાં જુદી-જુદી માછીમારી બોટમાં માછીમારો જોવા મળતા પોલીસે જાહેરનામાન ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ચોમાસા દરમિયાન દરિયામાં જોવા મળતા કરંટના કારણે દરિયામાં માછીમારી માટે ન જવા જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કરી જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જે દરમિયાન સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં ત્રણ બોટ માછીમારી અર્થે ગયેલી માલુમ પડી હતી. આથી પોલીસે ત્રણેય બોટમાં રહેલા માછીમાર સામે જાહેરનામા ભંગ અંગે કાયદાકીય કાર્યવાહી કરી હતી. જેમાં સલાયાના આરીફ સાલેમામદ સુંભણીયા, સુલતાન સીદીક સંઘાર તથા નાના અમલાના અજીત કાસમ સંધાર સામે પોલીસ ખુદ ફરીયાદી બની ગુનો નોંધ્યો હતો.

માછીમારી માટે ગયેલા ત્રણ સામે ગુનો નોંધાયો
માછીમારી માટે ગયેલા ત્રણ સામે ગુનો નોંધાયો

નિયમનું ઉલ્લંઘન કરી માછીમારી કરવા દરિયો ખેડ્યો
દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહિં જવા માટેનું એક જાહેરનામું હાલ જિલ્લામાં અમલમાં હોવા છતાં પણ આ નિયમનું ઉલ્લંઘન કરી ફિશરીજ દ્વારા કોઈ પણ જાતનું ટોકન મેળવ્યા વગર પોતાની બોટ લઈ માછીમારી કરવા દરિયામાં જતા આ ત્રણેય માછીમારો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...