દ્વારકામાં માછીમારોને દરીયો ન ખેડવા સુચન:ભારે વરસાદ તથા ચક્રવાત ઉદભવવાની શક્યતાને કારણે દરીયા અંદર ગયેલા તમામને પરત ફરવા આદેશ અપાયો

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમી દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્રોને તથા દરિયા કિનારે વસવાટ કરતા તમામ માછીમારોને તંત્ર દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે. જે સૂચના મુજબ દ્વારકા જીલ્લામાં તા.10/09/22થી તા.13/09/22 સુધી હવામાન ખાતા દ્વારા દરિયો તોફાની તથા વધુ વરસાદની સંભાવના તથા ચક્રવાત ઉદભવવાની શક્યતાને કારણે માછીમારી કરવા માછીમારોની બોટ ન જાય તે માટે ટોકન ઈસ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. તથા માછીમારોને દરીયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દરીયા અંદર માછીમારી કરવા ગયેલા તમામ બોટોને માછીમારોની સુખાકારી માટે તુરંત પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા દેવભૂમી દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્રો પરના માછીમારોને સૂચના આપવામાં આવેલ છે કે, કોઈપણ માછીમારી બોટો, હોડીઓ, નોન નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રીક એક લકડી હોડી અને શઢ વાળી હોડીઓ) તથા પગડીયા માછીમારોએ દરિયામાં માછીમારી માટે જવું નહીં. તેમજ હાલમાં દરિયામાં માછીમારી કરી રહેલ તમામ માછીમારી બોટોએ તાત્કાલીક ધોરણે પરત આવી જવા જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું છે કે, તમામ માછીમારોએ દરીયાના કાંઠા વિસ્તારમાંથી પોતાના જાન માલની સલામતીના હેતુથી પોતાની બોટો તથા અન્ય સાધન સામગ્રી સલામત સ્થળે ખસેડી લેવા તેમજ સાવચેતી રાખવા જણાવાયું છે. જીલ્લાના તમામ માછીમારો, બોટ, હોડીના માલીકો, આગેવાનો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, એસોશીએશનોના હોદેદારોને ઉપરોકત સુચનાનું ગંભીરતા પૂર્વક પાલન કરાવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...