અભિવાદન:એવરેસ્ટ સર કરનારા ડો. ચેતરિયાને આવકારવા લોકો ઉમટ્યા

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયાના રેલ્વે સ્ટેશન પાસે સેંકડો નગરજનો એકઠા થયા, વિશાળ રેલીને ઠેર ઠેર આવકાર

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના યુવા તબીબએ તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો.23 કલાકમાં એવરેસ્ટ અને લાહોત્સે એમ બે ઉંચા શિખર સર કરવાનો રેકોર્ડ સર્જતાં તથા એવરેસ્ટ બેઝ પર ગયા વગર સીધા એવરેસ્ટ ચડવાનો વિશ્વ રેકોર્ડ કરનાર તબીબ ખંભાળીયા પરત આવતા તેમનું રેલ્વે સ્ટેશને અદકેરૂ સ્વાગત થયું હતું.મોટી સંખ્યામાં નાગરિકો આગેવાનોએ પુષ્પવર્ષા કરીને હારથી તબીબને ઢાંકી દીધા હતા.પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું.

ખંભાળિયાના માઉન્ટ એવરેસ્ટ સર કરનારા ડો.સોમાત ચેતરીયાને ખુલ્લી શણગારેલી જીપમાં બેસાડીને અભિવાદન કરતા રેલ્વે સ્ટેશનથી સોનલ માતાજીના મંદિર સુધી ડીજે તથા ઢોલ નગારા સાથે રેલી સ્વાગત સાથે નીકળી હતી તથા સોનલ માતાજીના મંદિરે સન્માન કાર્યક્રમ તથા ડો.સોમાત ચેતરીયાએ તેમના પ્રવાસ એવરેસ્ટના વર્ણનો કર્યા હતા.

આ સ્વાગત સહ રેલી અને સન્માનના કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી ડો. રણમલભાઈ વારોતરીયા, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, જામનગરથી તબીબો ડો.રામ અશોક, ડો. વિપુલ કરમુર, ડો. ભરત ભેટારીયા, ડો.કલ્પેશ મકવાણા, ખંભાળીયાના ડોક્ટરો ડો.નિલેશ રાયઠઠ્ઠા, ડો. રામ ચાવડા, ડો.કનારા લખમણભાઈ, ડો.કાશ્મીરા રાયઠઠ્ઠા , ડો.નિલેશ ચાવડા, ડો.વી.ડી. કાંબરીયા, ડો.સૈયદ, ડો.રાવલિયા, અગ્રણીઓ હિતેશભાઈ પિંડારીયા, પરબતભાઇ આહીર, મશરીભાઈ નંદાણીયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, ડો.હિંગોરા, શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ નકુમ, કોંગ્રેસ જિલ્લા મહામંત્રી એભાભાઈ કરમુર,પત્રકારો હિતેન્દ્ર આચાર્ય, કૌશલ સવજાણી, પરબત ગઢવી, નિલેશ હરિયાણી, મુકેશ મોકરીયા, પૂર્વ પાલિકા પ્રમુખ પી.એમ.ગઢવી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આગમન સાથે સ્વાગત વેળાએ બહોળી સંખ્યામાં નગરજનો સાથે બહોળો મહિલા વર્ગ પણ જોડાયો હતો.એક તબકકે લોકો એટલા ઉમટ્યા હતા કે રસ્તો પણ બંધ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...