પુલ બંધ કરવા આદેશ:ખંભાળિયા 120 વર્ષ જૂનો કેનેડી પુલ ભારે વાહનો માટે બંધ કરવા જિલ્લા કલેકટરનો આદેશ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવાનો આદેશ કરાયો: પોરબંદર જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે

ખંભાળીયામાં ખામનાથ પાસે ઘી નદી પર આવેલો કેનેડી પુલ આઝાદી પહેલા રાજાશાહીના સમયમાં કમાનની ડિઝાઇન પર બનેલો પુલ જર્જરિત થયો ગયો હોય તેમાં નેશનલ હાઇવેના કામે ત્યાંથી દિવસો સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન કાઢતા પુલ જર્જરિત હોય આ પુલ પરથી ભારે વાહનો નીકળતા તે ધ્રૂજતો હતો.

પાલિકાના તંત્રની જિલ્લા તંત્રને રજુઆત ધ્યાને લઈને જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યાએ તાકીદે આ બાબતે નિર્ણય લઈને ભારે વાહનો માટે આ પુલ બંધ કરવા આદેશ કર્યો છે જાહેરનામું બહાર પાડીને ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે મિલન ચાર રસ્તાથી સલાયા ફાટક થઈને ચાર રસ્તા થઈને પાયલ હોટલથી પોરબંદર જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તથા ડાયવર્ઝન અંગે બન્ને તરફ બોર્ડ મુકવા પણ ચીફ ઓફિસરને આદેશ કરીને પોલીસ તંત્રને પણ આ વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...