યોજનાકિય લાભ:દ્વારકામાં 5 બાળકોના બેંક ખાતામાં સીધી સહાય સાથે કિટનું વિતરણ

ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PM કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય, યોજનાકિય લાભો મળશે

કોરોના મહામારીમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 બાળકોના ખાતામાં ડીબીટીના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરી જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતેના કોન્ફરન્સ મિટિંગ હોલમાં લાભાર્થી બાળકોને કલેકટરનાં હસ્તે કીટ અર્પણ કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કાર્યક્રમનું વર્ચ્યુઅલી આયોજન કરાયું હતું.

કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને PM કેયર્સ ફંડ હેઠળ સહાય આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરાઇ હતી.PM કેયર્સ ફોર ચિલ઼્ડ્રન યોજના અન્વયે બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે ૧૮ થી ૨૩ વર્ષ સુધી માસિક સ્ટાઈ પેન્ડ 4000 લેખે વાર્ષિક 48,000 ચૂકવવામાં આવશે.

આ પ્રસંગે વડાપ્રધાનએ બાળકોને હિંમત આપતા વર્ચ્‍યુઅલી સંબોધ્યું હતું કે, તમારી આ કપરી સ્થિતિમાં સમગ્ર દેશ તમારી સાથે છે. હારને હતાશામાં ન બદલી સતત આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ.PM કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 બાળકોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે બાળકોને પ્રતિમાસ રૂ.૪૦૦૦ લેખે વાર્ષિક રૂ.૪૮,૦૦૦ની આર્થિક સહાય સીધા જ તેમના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત, PM કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજનામાં બાળકોની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યા સુધી કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત માસિક રૂ.૨૦૦૦ મુજબ વાર્ષિક રૂ.૨૪૦૦૦ની સહાય આપવામાં આવશે. બાળકોને એક્સ ગ્રેસિયા અંતર્ગત સહાયની પણ વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...