ખંભાળીયા તાલુકાના દાત્રાણામાં આયુર્વેદ-હોમિયોપેથીનો મેગા સારવાર કેમ્પ યોજાયો હતો. જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી હોમિયોપેથી જનરલ હોસ્પિટલ દ્વારા યોજાયેલા કેમ્પમાં 200થી વધુ દર્દીઓ સારવારનો નિઃશુલ્ક લાભ લીધો હતો.
જિલ્લા આયુર્વેદ અધિકારી વિવેક શુક્લના માર્ગદર્શન હેઠળ દાત્રાણા ગામે આ કેમ્પમાં આયુર્વેદ-હોમિયોપેથીના નિષ્ણાંત વૈદ્ય વિશાલ કારાવદરા, ડો. મીરા એચ ચાવડા, વેદ્ય અંકિતા ડી સોલંકી, ડો.વિરમ બોડર, વૈદ્ય ડિમ્પલ પંડ્યા સહિત ડોક્ટરો અને વૈદ્ય દ્વારા પાચનતંત્ર, આંખ, કાન, ગળાના, સ્ત્રી, બાળરોગના 211 દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક સારવાર અપાઈ હતી.
આયુર્વેદની અકસીર અગ્નિકર્મની ચિકિત્સાનો પ્રયોગ કરાયો હતો જેનો જુના હઠીલા રોગોના દર્દીઓને તાત્કાલિક લાભ મળ્યો હતો. યોગ,પક્ષાઘાત જેવા જરૂરિયાતમંદ દર્દીઓને હોમ વિઝીટ કરી સેવા આપવામાં આવેલ આ સફળ કેમ્પના આયોજન દાત્રાણાના સરપંચ ડાડુભાઈ ચાવડાનો સહયોગ મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.