દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 21-22માં એક વર્ષમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે અલગ અલગ નિયમો હેઠળ એક કરોડથી વધુ દંડ ફટકારીને ટ્રાફિકની કડક અમલવારી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલા પોલીસવડા નિતેશ પાંડયે ના માર્ગદર્શન હેઠળ જિલા ટ્રાફિક પી.એસ આઈ એન ડી કલોતરા અને તેમની ટીમ દ્વારા ટ્રાફિક નિયમનની કડક અમલવારી સાથે ઓછા સ્ટાફ વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કાર્યવાહી હાથ ધરાઇ રહી છે જેમાં જામનગરથી દ્વારકા જિલ્લો અલગ બન્યા ત્યારથી વર્ષ 21-22માં સુધીમાં સૌથી વધુ દંડાત્મક કાર્યવાહી થઈ છે. ગત વર્ષ 2020-21માં 65,61,100ની દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં ટ્રાફિક નિયમ ભંગના વિવિધ ગુન્હા સબબ 1,00,96,328નો દંડ ફટકાર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામા શાખા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે લાલ આંખ કરીને કડક અમલવારી હાથ ધરીને વર્ષ 2021-22માં એક કરોડથી વધુનો દંડ ફટકારીને કડક અમલવારીની કાર્યવાહી કરવામાં આવી હતી.જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ એન.ડી કલોતરા જણાવ્યું હતું કે, દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ગત વર્ષમાં ટ્રાફિકના વિવિધ નિયમોનો ઉલ્લંઘન કરનાર સામે સીટ બેલ્ટ, હેલ્મેટ, જાહેરનામા ભંગ સહિતના વિવિધ ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર સામે એક કરોડથી વધુ દંડ કરવામાં આવ્યું છે.
જેમાં ઓવર સ્પીડ ચલાવતા 150 વાહન ચાલકો, સીટ બેલ્ટના નિયમનો ભંગ કરનાર 2743, હેલ્મેટના નિયમનો ઉલ્લંઘન કરનાર 1268, ડ્રિંક એન્ડ ડ્રાઇવ 45 કેસ અને 55 સામેં કાર્યવાહી, રોડ રસ્તાપર નડતર લારી પાથરણા વાળા 128 સામે દંડ કરવામાં આવ્યો છે. પુર ઝડપે વાહન ચલાવનાર 16 સામે કાર્યવાહી, તેમજ હથિયારધારાનો એક કેસ અને વિવિધ જાહેરનામાનું ભંગ કરનાર 22 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રાફિક નિયમોના પાલન માટે અનુરોધ
ટ્રાફિક શાખા દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, વાહન ચાલકો ટ્રાફિકના નિયમનું પાલન કરે, આર.ટી.ઓ.ના નિયમ મુજબ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા, રોડ રસ્તા પર નડતરરૂપ થાય તેવી લારી પાથરણા ન રાખવા,શહેરમાં પાર્કિંગ, વન-વે સહિતના બેનરો લગાવામાં આવ્યા છે.જેની ખાસ અમલવારી કરવામાં આવે નડતરરૂપ વાહન પાર્ક ન કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.