• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Devbhumi Dwarka Pioneers E Sanjiv's Call Operations; An Average Of 145 Patients Availed The Service Daily From April To August

રાજ્યમાં દ્વારકા અવ્વલ:ઇ-સંજીવની કોલ કામગીરીમાં દેવભૂમિ દ્વારકા અગ્રેસર; એપ્રિલથી ઓગસ્ટ સુધી સરેરાશ દૈનિક 145 દર્દીઓએ સેવાનો લાભ લીધો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરની અછત હોય છે ત્યારે મોબાઈલ ફોન દ્વારા ઇ-સંજીવની એપ્લિકેશનના માધ્યમથી લોકો પોતાની કોઈ પણ આરોગ્યલક્ષી તકલીફ ઓનલાઇન હાજર ડોકટરને કહી શકે છે અને લોકોને ઓનલાઇન દવા પણ લખી આપવામાં આવે છે. જે લાભાર્થી પેટા કેન્દ્ર પરથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પાસેથી નિઃશુલ્ક મેળવી શકે છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એપ્રિલ-2022થી ઓગસ્ટ- 2022 સુધી સરેરાશ દૈનિક 145 જેવા દર્દીઓને આ સેવાનો લાભ મળેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો નાનો જિલ્લો હોવા છતાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કામગીરી કરી અવ્વલ રહ્યો છે. આ કામગીરી માટે દ્વારકા જિલ્લાના 100થી વધુ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની દૈનિક મહેનતને ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો.ચાંડેગ્રાએ શ્રેય આપ્યો છે.વધુમાં જિલ્લા કક્ષાએથી સતત કામગીરીનું મોનીટરીંગ થવાથી અને તમામ તાલુકાના નોડલ સી.એચ.ઓ. દ્વારા ફોલો-અપ લેવાથી કામગીર ઉત્કૃષ્ઠ થઈ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ફીનાવર્કરએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...