ઉજવણી:દેવભૂમિ - માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ, તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.17 સુધી વિવિધ કાર્યક્રમો થકી લોકોને ટ્રાફિક મુદદે જાગૃત કરાશે

ખંભાળિયાના આર.ટી.ઓ. કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર એમ.એ.પંડ્યા અને જિલ્લા પોલિશ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ તા.11 થી 17 જાન્યુઆરી સુધી નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવશે.સરકાર દ્વારા માર્ગ અકસ્માતના ઘટાડા અને રોડ સેફ્ટી અર્થે વિવિધ કામગીરી તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અનુસંધાને સરકાર દ્વારા દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવે છે અને રોડ સેફ્ટી પ્રમોટ કરવા વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમમાં પ્રાસંગીક ઉદ્દબોધન કરતા એ.આર.ટી.ઓ. અધિકારી તલસાનિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત માં અનેક લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જેમાં લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે અને રોડ પર સલામતી થી વાહન ચલાવે તો પોતાની અમૂલ્ય જિંદગી બચાવી શકાય છે. તેમજ વધુમાં તેઓએ આગામી 17 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રોગ્રામ કરીને લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાનું કામ પણ કરશે.

ટ્રાફિક શાખાનાના પી.એસ.આઈ.એન.ડી. કાલોતરા, આરોગ્ય વિભાગના ડો.પાર્થ,ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા, હિતેન્દ્ર આચાર્ય, લાયન્સ ક્લબના વિનુભાઈ બરછા અને રેડકોર્ષના પંકજભાઈ પંડ્યાને પણ લોકોને ટ્રાફિક અંગે ઉદબોધન કર્યા હતા. રોડ સેફ્ટી બાબતે શેરી નાટકો, હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ બાબતે જન જાગૃતિ કેમ્પઇન, ડ્રાઈવર તાલીમ અને શાળા/કોલેજમાં માર્ગ સલામતી લક્ષી સેમિનાર વગેરે કાર્યક્રમ યોજશે.

અન્ય સમાચારો પણ છે...