• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Devbhoomi Dwarka District Will Be Holding Vikas Yatra Program From Today; Around Rs. 50 Crore Worth Of Works Will Be Inaugurated

જનતાને મળશે વિકાસ કાર્યોનો લાભ:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાશે; આશરે રૂ. 50 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાશે

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં તા. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ જિલ્લા તથા પ્રાંત કક્ષાના લોકાર્પણ તથા ખાતમૂહર્ત અંગે "વિશ્વાસથી વિકાસ યાત્રા'નું આયોજન થવાનું છે. જે દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમની ઉજવણી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કાર્યક્રમના સુચારૂ અને સફળ આયોજન માટે ઇન્ચાર્જ કલેક્ટર ડી.જે. જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયા ખાતે "વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત આજે તા. 12 સપ્ટેમ્બરના રોજ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને દ્વારકામાં તથા સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં દ્વારકા પ્રાંત કક્ષાના રૂ. 4.85 કરોડ અને ખંભાળિયા પ્રાંત કક્ષાના રૂ. 11.51 કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કામો આવરી લેવાયા હતા. જો કે આવતી કાલે તા. 13 સપ્ટેમ્બરના રોજ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવાશે. જેમાં જિલ્લા કક્ષાના રૂ. 33.14 કરોડના ખર્ચે નવ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...