• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Devbhoomi Dwarka District Received Torrential Rain On Friday Night, Two And A Half Inches In Kalyanpur, One And A Half Inches In Bhanwad And One And A Half Inches In Khambhalia.

કડાકા ભડાકા સાથે વરસાદ:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે રાત્રિએ મુશળધાર વરસાદ વરસ્યો, કલ્યાણપુરમાં અઢી, ભાણવડમાં દોઢ અને ખંભાળિયામાં એક ઈંચ વરસાદ

દ્વારકા ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરુવારે રાત્રે વરસી ગયેલા મુશળધાર વરસાદ બાદ આજે દિવસ દરમિયાન માહોલ પછી સાંજે સાડા છ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે રાત્રિના સાડા આઠેક વાગ્યા સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસતા આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં અઢી ઈંચ (67 મીલીમીટર), ભાણવડમાં દોઢ ઈંચ (33 મીલીમીટર) અને ખંભાળિયામાં એક ઈંચ (24 મીલીમીટર) વરસાદ વરસી ગયું હતું.

આજે સાંજથી વીજળીના ભયાવહ કડાકા ભડાકા અને ગાજવીજથી ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આજે સાંજે આકાશી વીજ ત્રાટકના કારણે કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામમાં બે ભેંસ તથા ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે એક ભેંસના મૃત્યુ નિપજયાના અહેવાલો બિન સત્તાવાર રીતે સાંપળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...