• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Demolition Operation Gaining Momentum In Bet Dwarka; An Additional Fifty Thousand Feet Of Space Was Opened Up; 21 Pressures Were Destroyed In One Day

દબાણ હટાવ ઝૂંબેશ પૂરજોશમાં:બેટ દ્વારકામાં વેગ પકડતું ઓપરેશન ડીમોલિશન; વધુ પચાસ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ; એક દિવસમાં 21 દબાણો ધ્વસ્ત કરાયા

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેટ દ્વારકા ખાતે ગત તારીખ 1 ઓક્ટોબરથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું ગઈકાલે મંગળવારે વધુ 50 હજાર ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે. આ જગ્યાની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ ઉપરાંતની ગણવામાં આવી છે.

ગઈકાલે વધુ 50 હજાર ફૂટ દબાણ ખુલ્લું કરાયું
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા ગુપ્તતાપૂર્વક કરવામાં આવેલા સર્વે બાદ હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન આશરે રૂપિયા 7 કરોડથી વધુની કિંમતની પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યા પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા હાથ વધારવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશના આટલા દિવસોમાં ક્યાંય ઘર્ષણ કે તંગદીલીના બનાવો બન્યા ન હતા. અહીં જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે.

જગ્યાની કિંમત આશરે 1.09 કરોડ અંદાજવામાં આવી
બેટ દ્વારકામાં તાજેતરમાં તહેવારોના ત્રણ-ચાર દિવસના વિરામ બાદ શરૂ થયેલા ડિમોલિશનના બીજા રાઉન્ડમાં ગઈકાલે મંગળવારે જુદાજુદા 21 સ્થળોએ તબક્કાવાર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં એક દિવસમાં આશરે 50 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, આ જગ્યાની કિંમત આશરે 1.09 કરોડ અંદાજવામાં આવી છે.

સપ્તાહમાં પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યા પર બુલડોઝર ફરી વળ્યું
ગઈકાલે મંગળવારે દિવસ દરમિયાન જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડા તેમજ પોલીસ સ્ટાફ તથા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર, વિગેરેની ટીમ દ્વારા દુકાનો, મકાન, પાકા વંડાઓ સહિતની જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી. બેટ દ્વારકાના આ ઓપરેશનની કામગીરીમાં તંત્રને મળેલી સફળતા બાદ દરિયા કિનારાની આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થયેલા ડિમોલિશનથી મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની છાપ હવે મક્કમ મુખ્યમંત્રી તરીકેની ઊભી થઈ છે.

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાઈ ગયેલી જાહેર સભામાં તેમના દ્વારા આ મુદ્દે માર્મિક ઉદબોધન તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કૃષ્ણનગરી વિશેના વક્તવ્યના હકારાત્મક પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારબાદ તાજેતરમાં દેશના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા પણ બેટ દ્વારકાની મુલાકાત લઈ અને અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં બીજો રાઉન્ડ શરૂ થયો હતો. બેટ દ્વારકાના ડેમોલિશનનું આ પ્રકરણ સોશિયલ મીડિયામાં છવાયેલું રહ્યું હતું અને આ મુદ્દે વિવિધ સંગઠનો દ્વારા આવકાર પણ સાંપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...