ઓખા જેટી પર લાઈટની સુવિધા ન હોવાથી સૂર્યાસ્ત પછી બેટ દ્વારકાથી પરત ફરતા યાત્રીકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં દુધર્ટનાની ભીતિથી યાત્રાળુઓ પર ખતરો ઝંળુબી રહ્યો છે. આમ છતાં ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડ નિંદ્રામાં પોઢી રહ્યાનોઆક્રોશયાત્રા ળુવ્યક્તકરીરહ્યાછે. ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા થી સાંજે 5:30 વાગ્યા બાદ બોટને બેટ જવાની મનાઈ ફરમાવી છે.
પરંતુ બેટથી પરત આવતી બોટ રાત્રિના ગમે ત્યારે આવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ જેટી પર લાઈટની સુવિધા ન હોવાથી સૂર્યાસ્ત બાદ અંધારપટ રહે છે. રાત્રે 9 કે 10 વાગ્યા સુધી બેટ થી પાછી ફરેલી રહેલી બોટના યાત્રિકોને ઓખા પેસેન્જર જેટીએ ઉતરવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. જેટી પર લાઇટના અભાવે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.