• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Crop Failure In 10 Villages Of Dwarka Due To Heavy Rains, 'Come To The Ground And See The Plight Of The Farmers Without Raising Sensitivity': Pal Ambalia

સર્વે કરી વળતર ચૂકવવા માંગ:દ્વારકાના 10 ગામોમાં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ, 'સંવેદનશિલતાના બણંગા ફૂક્યાં વિના જમીન પર આવો અને ખેડૂતોની દશા જુઓ': પાલ આંબલીયા

દ્વારકા ખંભાળિયા6 મહિનો પહેલા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીય, પિંડારા, રણજીતપુર સહિતના 10 ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોએ બે થી ત્રણ વખત કરેલ વાવણી બાદ પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વાવણી જ કરી શક્યા ન હતા. જેથી આ 10 જેટલા ગામોના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન ગયું હોવાથી ખેડૂતોએ વધુ વરસાદ બાદ સરકાર સર્વે કરી અને વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા પિંડારા, મહાદેવીય, ગાગા, રણજીત પુર, સહિતના 10 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હોઈ અને જ્યારે પાણી સુકાય ત્યારે ફરી વરસાદ થતાં મોટાભાગના ખેડૂતો વાવણી ન કરી શક્યા અને કેટલાક ખેડૂતોએ વાવણી કરી ત્યારબાદ પણ સતત વરસાદના કારણે બીજી વખત અને કેટલાક ખેડૂતોએ ત્રણ વખત વાવણી કરી હતી. જેથી વધારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી હાલ ખેતરોમાં પાકના બદલે ઘાસ ઉગી નીકળ્યું છે. જેથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ નુકશાન ગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન સહિત ખેડૂતો એકઠાં થયા હતા.

ખેડુતોના જણાવ્યાનુસાર સરકાર દ્વારા કોઈ પણ સર્વે કરવામાં આવ્યો ન હોઈ તેના કારણે ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી. જેના કારણે ખેડૂતો હવે નુકશાનીનું વળતર મળે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...