દ્વારકા જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું હતું. આ તકે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ લાભાર્થીઓને જણાવ્યું કે, લોકોનું બેન્ક સાથે સીધું જોડાણ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. અને હાલમાં તમામ યોજનાઓના લાબાર્થીઓને ડીબીટીથી સહાય મોકલવામાં આવે છે. જેનાથી લોકોને બેન્ક સાથેના જોડાણની ખબર પડી.
લોકો માટે સરકાર જ સીધી જામીન બની રહી છે. આપણે બેન્કમાંથી લોન લઈને નવો વ્યવસાય શરૂ કરીયે છીએ. ત્યારે આપણે પણ એક સંકલ્પ કરવો જોઈએ કે, પ્રામાણિક બની નિયમિત લોન ભરવી. જેથી અન્ય લોકો પણ આ યોજનાઓનો સરળતાથી લાભ લઇ શકે. સૌ સાથે મળી રાષ્ટ્રને આગળ લઇ જઈ શકીયે.
બેન્ક ઓફ બરોડા, જામનગરના રિજિયોનલ હેડ સુરેન્દ્રસિંહ રાઠોડે અને બેન્ક ઓફ બરોડા, રાજકોટ ઝોનના ડેપ્યુટી ઝોનલ હેડ એન.કે.સિંઘે વિવિધ લોન વિષે માહિતી આપી હતી. કાર્યકમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, જીતેન્દ્ર કણજારીયા, પ્રતાપ પિંડારીયા, અનિલ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.