પ્રથમવાર આયોજન:ખંભાળિયામાં શતાયુ જુની પાંજરાપોળમાં ગૌ વિજ્ઞાન કથા યોજાઇ

ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌ માતાનું વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં દાખલા તથા ઉદાહરણો સાથે વિસ્તૃત છણાવટ કરાઇ
  • પંચ ગાય વિદ્યાપીઠના કુલપતિ ડો.નિરંજન વર્માનું મનનીય વક્તવ્ય : અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા

ખંભાળીયામાં 100 વર્ષથી પણ વધુ સમયથી ગૌસેવાના કાર્યો કરતી સંસ્થા શેઠ હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળ દ્વારા સંસ્થામાં ગૌ વિજ્ઞાન કથાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.કાંચીપુરમના પંચગાય વિદ્યાપીઠના કુલપતિ ડો.નિરંજન વર્માએ ગૌ વિજ્ઞાન વિશે મનનીય વક્તવ્ય કર્યું હતું તેત્રીસ કરોડ દેવતાઓ જેમાં બીરાજમાન છે તે પૂજનીય ગૌ માતાનું વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં દાખલા તથા ઉદાહરણો સાથે વિસ્તૃત છણાવટ સાથેનું તેમનું વક્તવ્ય ચોટદાર રહ્યું હતું.

કાર્યક્રમમાં ડો.રૂતેશ જોશી, વિનુભાઈ સોમૈયા, ગૌભક્ત હરદેવસિંહ જાડેજા, આરાધના ધામના સુધીરભાઈ પંડ્યા, અબોલતીર્થના પરાગભાઇ બરછા, મનુઅદા સોમૈયા, રવિરાજસિંહ જાડેજા, શિવશક્તિ ગૌ સેવા સમિતિ, ડો.હિરેનભાઈ રામાવત, કૌશલભાઈ સવજાણી તથા એચ. એન. પાંજરાપોળના મેનેજર દીપકભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતા. ખંભાળીયામાં ગૌ વિજ્ઞાન કથાનું પ્રથમ આયોજન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...