• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Complaint Of Abduction Of Khambhaliya Minor By Unknown Persons; A Crime Was Registered Against The Husband For Threatening To Kill The Woman

ગુનાહિત પ્રવૃત્તિઓનો વધતો જતો વ્યાપ:ખંભાળિયાની સગીરાનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યાની ફરિયાદ; મહિલાને મારી નાખવાની ધમકી આપતાં પતિ સામે ગુનો નોંધાયો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના એક પરિવારની 17 વર્ષની સગીર વયની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ ગત તારીખ 25મીના રોજ રાત્રિના સમયે લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મહિલાને મારી નાખવાની ધમકી આપતા પતિ સામે ફરિયાદ
ખંભાળિયામાં રહેતા 42 વર્ષનાં મહિલાએ તેમના પુત્રની થાળીમાં વધેલું ભોજન જમવા માટે તેણીના પતિ દીપક રાજાભાઈ વારંગિયાને કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો. જેમાં દીપકે મહિલાને બિભત્સ ગાળો કાઢી, ઘરની બહાર કાઢી મૂક્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.

વિદેશી દારૂના જથ્થા સાથે માલેતાનો શખ્સ ઝડપાયો
​​​​​​​કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા મહિપાલસિંહ કરણસિંહ જાડેજા નામના 30 વર્ષના શખ્સની પોલીસે વિદેશી દારૂની 13 બોટલ તથા મોટરસાયકલ વિગેરે મળી, કુલ રૂપિયા 35,200 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. આ સિવાય કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા નવીનગર મોહનગર અપારનાથી, લગધીર શિવાભાઈ ભાટીયા અને લાખા માલદે ભાટિયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 2210નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...