સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
ભાણવડ પંથકમાં રહેતી આશરે 15 વર્ષની એક સગીરાનું અપરહણ કરી અને દુષ્કર્મ આચરવા સબબ ભાણવડમાં જ રહેતા એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના માતાએ ભાણવડ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ પોતાની 14 વર્ષ 9 માસની વયની સગીર પુત્રીને ભાણવડના કિરીટ હીરાભાઈ સોલંકી નામના શખ્સ દ્વારા બદકામ કરવાના ઇરાદે ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ સવારના સમયે અપહરણ કરીને લઈ ગયા બાદ સગીરાને મારી નાખવાની ધમકી આપીને તેણીની ઈચ્છા વિરુદ્ધ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આમ, આશરે પોણા 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવા સબબ સગીરાના માતાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કિરીટ હીરાભાઈ સોલંકી સામે આઈ.પી.સી. કલમ 363, 366, 354 (ઘ), 376, 506 (2) તથા પોક્સો એક્ટ વગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એચ.એસ. ચાવડા દ્વારા તપાસમાં હાથ ધરવામાં આવી છે.
આધેડને અપમાનિત કરી, મારી નાખવાની ધમકી
મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા અને નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા દુદાભાઈ ભીખાભાઈ બથવાર નામના 55 વર્ષના અનુસૂચિત જાતિના આધેડ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, ઓખાના રહીશ રાજભા ભીખુભા કેર નામના 27 વર્ષના હિન્દુ વાઘેર શખ્સ સાથે અન્ય એક અજાણ્યા શખ્સે આવીને ફરિયાદી દુદાભાઈ બથવાર તથા અન્ય એક સાહેદને લાકડી વડે માર મારી, જ્ઞાતિ પ્રત્યે આપમાનીત કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટરની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.સી., એસ.ટી. સેલના ડીવાયએસપી. સમીર સારડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાની યુવતીનું અપમૃત્યુ
ખંભાળિયાના હરસિદ્ધિ નગર વિસ્તારમાં રહેતી અને મૂળ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાજલબેન રમેશભાઈ દેવશીભાઈ રાઠોડ નામની 28 વર્ષની પરિણીત યુવતીને એકાએક ચક્કર આવતા પડી જવાના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ રમેશભાઈ દેવશીભાઈ રાઠોડએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડમાં પીધેલો બાઈક ચાલક ઝબ્બે
વાડીનાર નજીકના નાના માંઢા ગામે રહેતા ગોપાલ હરદાસ મસુરા નામના 27 વર્ષના શખ્સને પોલીસે મોડી રાત્રીના સમયે બંધ દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આ ઉપરાંત વાડીનારના હમીદ ઉર્ફે હમુડો હારૂન સંઘાર નામના 27 વર્ષના શખ્સને પોલીસે હુસેની હોટલ પાસેની બજારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. ભાણવડ તાલુકાના ફોટડી ગામના પાટીયા પાસેથી પોલીસે મોરઝર ગામના હસમુખ દેવા કટારીયા નામના 49 વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં સીડી 110 મોટર સાયકલ પર નીકળતા ગત મોડી સાંજે ઝડપી લીધો હતો.
દારૂ તથા છરી સાથે એક શખ્સ ઝડપાયો
ખંભાળિયાના સંજય નગર વિસ્તારમાં રહેતા વિશાલ સોમા પારીયા નામના 24 વર્ષના શખ્સને પોલીસે છરી તથા 40 લીટર દેશી દારૂ ઉપરાંત દારૂના વેચાણના રૂપિયા 6,500 મળી કુલ રૂપિયા 7,320ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા ભીમા જેઠા લુણા નામના શખ્સનું પણ નામ પણ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે આગળની તપાસ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.