મીઠાપુરમાં યુવાન પર હુમલો:માર મારનાર ચાર શખ્સો સામે ફરિયાદ, ભાટીયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં 14 શખ્સો ઝડપાયા

દ્વારકા ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા જાવીદ ઈશાભાઈ મોદી નામના 22 વર્ષના યુવાનને આરંભડા વિસ્તારમાં રહેતા ફિરોજ સુમરા, અલી સુમરા, એજાજ બોલીમ અને સોહિલ સુમરા નામના ચાર શખ્સો દ્વારા આરંભડામાં આંખની હોસ્પિટલ પાસે અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી, લોખંડના પંચ વડે તેમજ ઢીકા પાટુનો માર મારતા ઇજા પહોંચી હતી. જે બદલ મીઠાપુર પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે આઇપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ભાટીયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં ચૌદ શખ્સો ઝડપાયા
​​​​​​​
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા રાજુ કેશુરભાઈ ગોજીયા નામના 30 વર્ષના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે તેના કબજાના મકાનમાં બહારથી માણસો બોલાવી​​​​​​​ જુગારધામ ચલાવતો હતો. આ અખાડામાંથી પોલીસે રાજુ કેશુર ગોજીયા સાથે નિતીન રઘા સોઢા, હરીશ સોમજી જોશી, દિપક રણછોડ બારાઈ, દિનેશ મોહનગીરી મેઘનાથી, પ્રવીણ રામજીભાઈ વાયા અને મનના દેવાણંદ કંડોરીયા નામના કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 33,370નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં ભાટિયાના કૃષ્ણનગર વિસ્તારમાંથી પોલીસે રાત્રિના 3:30 વાગ્યાના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં બેસીને જુગાર રમી રહેલા ભનુ રણછોડભાઈ પરમાર, રસિક નાથાભાઈ નકુમ, ચંદુ નરશીભાઈ નકુમ, આનંદ પ્રેમજીભાઈ ડાભી, રામજી વીરજી પરમાર, અશોક નાનજી નકુમ અને વલ્લભ નારણ પરમાર નામના કુલ સાત શખ્સોને ઝડપી લઇ કુલ રૂપિયા 11,730 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...