• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Commencing The Holy Month Of Shravan From Tomorrow, Devotees Will Gather At The Nageshwar Jyotirlinga Temple In Dwarka, One Of The 12 Jyotirlingas.

શિવમંદિરોમાં ગુંજશે હર હર મહાદેવ:આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, 12 જ્યોતિર્લિંગમાંના એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોનો મેળાવડો જામશે

દ્વારકા ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન સર્વેના મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ભક્તો ભગવાન નાગેશ્વરને રીઝવશે

આવતીકાલે શુક્રવારથી ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગના મંદિરમાં દર શ્રાવણ માસમાં ભક્તોનો જમાવડો રહેતો હોય છે અને દર સોમવારે ભક્તો આગલા દિવસની રાત્રીનાં ચાલીને નાગેશ્વર મંદિર પહોંચી અને સવારની 6.00 વાગ્યાની મંગલા આરતી તથા સાંજે 8.00 કલાકે આરતી કરે છે.

પ્રાર્થના સાથે ભક્તો ભગવાન નાગેશ્વરને રીઝવશે
સમગ્ર ગુજરાતભરમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શ્રાવણ માસનાં પહેલા દિવસે દ્વારકા તાલુકાના સ્થાનિક 42 ગામોના શિવ ભક્તો તથા દ્વારકા આવતા પ્રવાસીઓનો નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આખો દિવસ ભક્તોનો જમાવડો રહેશે. તેમજ ભગવાન ભોળાનાથની વિશાળ પ્રતિમાનાં દર્શન કરી અને મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવને દુધાભિષેક, જળાભિષેક સહિત અનેક પૂજન અર્ચન કરી અને વિશ્વશાંતી મળે તેવી પ્રાર્થના સાથે ભગવાન સર્વેના મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ભક્તો ભગવાન નાગેશ્વરને રીઝવશે.

નાગેશ્વર મંદિરનો નિત્યક્રમ તથા આરતી પૂજા અભિષેક સમય..

આરતી સવારે 6.00 કલાકે.

મંદિરના ગર્ભગૃહમાં સાંજે 4.00 થી 8.00 વાગ્યા સુધી પૂજા.

ત્યારબાદ નિજમંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, માત્ર દર્શન જ થશે

સાંજે આરતી 8.00 કલાકે

સાંજની આરતી પછી પૂજા કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...