બોટમાં યાત્રિક ખામીથી પાણી ભરાયુ:ઓખા નજીક દરીયામાં કોસ્ટગાર્ડે 6 માછીમારોને હેમખેમ બચાવ્યા

દ્વારકા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટમાં યાત્રિક ખામીથી પાણી ભરાયુ,કોસ્ટગાર્ડે રેસ્કયુ કર્યા

દ્વારકાના ઓખા બંદરથી દરિયામાં માછીમારી અર્થે નીકળેલી બોટમાં યાંત્રિક ખામી સર્જાતા પાણી ભરાવા લાગ્યુ હતુ જેની કોસ્ટગાર્ડને જાણ કરતા તુરંત જ કોસ્ટગાર્ડના જહાજ ટીમે દોડી જઇ છ માછીમારોને રેસ્કયુ કર્યા હતા. ઓખા બંદર પરથી માછીમારો દરીયા અંદર માછીમારી કરવા ગયા બાદ 7થી 12 દિવસ સુધી રહી માછીમારી કરે છે.આવી જ રીતે એક હિમાલય ફિશીંગ બોટ દરીયા અંદર લગભગ 80 કિ.મી. દુર માછીમારી કરી રહી હતી ત્યારે યાંત્રિક ખામી સર્જાતા બોટ અંદર પાણી ભરાવા લાગ્યું હતું.જેના કારણે બોટમાં રહેલા છ માછીમારના જીવનું જોખમ ઉભું થયુ હતુ.

જેથી તેમણે ઓખા કોસ્ટગાર્ડનો સંપર્ક સાધી પોતાનું લોકેશન આપ્યું હતું. જેથી તુરંત ભારતીય કોસ્ટગાર્ડ જહાજ આરૂષ તથા ICG ટીમે લોકેશનની જગ્યાએ પહોચી ડુબી રહેલી માછીમારી બોટની અંદર રહેલા તમામ 6 ખલાસીઓને હેમખેમ બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...