ફરીયાદ:દ્વારકામાં મૈત્રીકરાર મુદદે બે જુથ વચ્ચે બઘડાટી, સામસામો હુમલો

ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઇપ, કુહાડી, સળીયા વડે માર માર્યાની બંને પક્ષના 6 સામે ફરીયાદ

દ્વારકામાં આયદાનભાઈના એક કુટુંબી બહેન તેના સાસરે હોય આરોપી કરણ વિજા સુરાણીના ભાઈએ તેણી સાથે મૈત્રી કરાર કરી પોતાની સાથે લઈ ગયેલ હોય તે બદલ વેલ પેટે રૂપિયા આપ્યા ન હતા જેથી ફરિયાદી મયુરસિંહ પ્રવિણસિંહ ચૌહાણ સહિતના અન્યો આરોપીના ભાઈને સમજાવવા જતા આરોપી કરણ સુરાણી તથા હરજોગ વિજા સુરાણી બાઇક લઈને જતા હતા.

ત્યારે ગોવાળીયા ધામ પાસે સાહેદએ સાદ પાડી બાઇક રોકવાનું કહેતા ઉક્ત આરોપીનું બાઇક સ્લીપ થતા ફરિયાદી મયુરસિંહ તથા સાહેદો આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ મયુરસિંહને તથા સાહેદોને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગતા મયુરસિંહ તથા સાહેદ બળુભા વચ્ચે પડી છોડાવતા હતા. તે વેળાએ આરોપી કરણએ બાઇકમાંથી પાઇપ લઈ મયુરસિંહના માથા તથા શરીરે માર મારતા ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડતા આ સમગ્ર મામલે પોલીસે મયુરસિંહની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.

સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી છે કે ,આરોપી રાજમલ ઉર્ફે રાજલો ગઢવીની પત્ની સાથે ફરિયાદી કરણ ઉર્ફે ગગલો વિજા સુરાણીના ભાઈએ મૈત્રી કરાર કરી પોતાની સાથે લઈ ગયા હોય આ બાબતનું આરોપી રાજમલને સારું ન લાગતા તેના મિત્રોને ગાડીમાં લઈ આવી કરણની બાઇક પાસે ગાડી લઈ આવતા કરણએ તેની સામે જોવા જતા કરણ તથા તેનો ભાઈ બન્ને રોડ નીચે પડી ગયા હતા.

બાદમાં આરોપી રાજમલ, મયુરસિંહ ચૌહાણ, બળુભા જાડેજા તથા આયદાન ગઢવીનાઓ ગાડીમાંથી ઉતરી કરણ તથા સાહેદની સાથે ગાળાગાળી કરતા કરણએ ગાળો બોલવાની ના પાડતા આરોપી રાજમલ કુહાડી વડે કરણને માથામાં મારવા જતા કરણ ખસી ગયો હતો. અને તેને ડાબા કાન તથા ડાબા ખભે ઇજા પહોંચી હતી. તેમજ કરણના ભાઈને આરોપી મયુરસિંહ તથા આયદાને પાઇપ તથા સળિયા વડે માર મારી અને આરોપી બળુભાએ ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોચાડી હતી. આ મામલે પોલીસે કરણની ફરિયાદ પરથી ઉક્ત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...