મતદાન જાગૃતિ અભિયાન:દેવભૂમિ દ્વારકામાં ચુનાવ પાઠશાળા યોજાઇ; લોકો અવશ્ય મતદાન કરે તે અંગેનો સંદેશો આપવામાં આવ્યો

દ્વારકા ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ મતદાર મતદાન કરવાનું ચૂકે નહિ, તે માટેની જિલ્લા ચુંટણી શાખા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા ચુંટણી અધિકારી એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ અવસરમાં ભાગીદાર બનીને મતદારો મતદાન કરે તે માટે જાગૃકતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

જિલ્લાના દરેક મતદાર સુધી "હું ચોક્કસપણે મતદાન કરીશ"નો સંદેશો પહોંચાડવા વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી રહી છે. જેમાં મતદારોને મતદાનનું મહત્વ સમજાવી અને અવશ્ય મતદાન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શાળાઓમાં બાળકો દ્વારા પણ રેલી યોજી વાલીઓ, તેમજ ગ્રામ્ય વિસ્તારના અન્ય મતદારો મતદાનનું મહત્વ સમજીને અવશ્ય મતદાન કરે તે અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લામાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની બોટલ, વિવિધ ગેસ એજન્સીના ગેસ સિલિન્ડર ઉપર, પાનના ગલ્લા ઉપર, વિવિધ ઓફિસમાં લોકશાહીના આ અવસરમાં જોડાઈએ અને મતદારોને અચૂક મતદાન કરવા જાગૃતિ અર્થે મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. લોકો દ્વારા પણ લોકશાહીના આ અવસરમાં જોડાઈને મતદાન કરવા અન્ય લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...