ડિપ્થેરીયા સામે તંત્ર તૈયાર:દ્વારકામાં 10 વર્ષ અને 15 વર્ષના બાળકોનું ધનુર અને ડિપ્થેરીયા વેક્સિનેશન કરાયું, વિવિધ સમસ્યાઓ વિશે માર્ગદર્શન અપાયું

દ્વારકા ખંભાળિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થોઓને લોહતત્વની ગોળી, કિશોરાવસ્થાની સમસ્યા વિશે માર્ગદર્શન અપાયું

ધનુર અને ડીપ્થેરીયા વેક્સિનથી બચાવી શકાય એવા રોગ છે. કિશોર અવસ્થામાં આ રસી લેવી જરૂરી હોય છે. કોવિડ મહામારીના કારણે આ વેક્સિનનું કવરેજ ઘણું ઘટી ગયેલું હોવાથી આ વર્ષે ધો. 5થી ધો.10માં ભણતા તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાએ ન જતા 10 વર્ષ અને 15 વર્ષના બાળકોને આ વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ભાણવડ તાલુકામાં કુલ 3500 જેટલા બાળકોને આ વેક્સિન આપવાનું થાય છે. આ વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત ભાણવડ તાલુકાના વી.એમ ઘેલાણી સ્કૂલથી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં કુલ 120 જેટલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી.

કુલ 1000 જેટલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી
આ તબક્કે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચાંડેગ્રા દ્વારા વેક્સિનનું મહત્વ તેમજ વિદ્યાર્થોઓને લોહતત્વની ગોળીઓ, કિશોરાવસ્થાની સમસ્યાઓ વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવી હતી. વી.એમ.ઘેલાણી શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહ સભર સાથ સહકાર આપ્યો હતો. વધુમાં પ્રથમ દિવસે જ તાલુકામાં કુલ 1000 જેટલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી, એવું હેલ્થ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...