પશુ પાલન મંત્રી પર કોંગ્રેસના પ્રહાર:મૃત પશુના મૃતદેહ નિકાલની જવાબદારી તંત્રની હોય, તો તંત્ર સામે કાર્યવાહી કેમ નહિ?

દ્વારકા ખંભાળિયા11 દિવસ પહેલા
  • દ્વારકામાં મંત્રી રાઘવજી પટેલે કરેલી પ્રેસ કોંફરન્સ સામે કિસાન કોંગ્રેસના ચેરમેને ઉઠાવ્યા સવાલો

કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે દ્વારકા જિલ્લાની મુલાકાતે હોય, જીલ્લાની ગૌશાળાઓની મુલાકાત લઈ યોગ્ય સુચનો કર્યા હતા. પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કીન ડીસીઝને અટકાવવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી, ગૌશાળાની મુલાકાત લઈ ગૌશાળા સંચાલકોની કામ કરવાની પદ્ધતિ તેમજ દ્વારકામાં લમ્પી સ્કિન ડીસીઝની સ્થિતિ અને તેને નિયંત્રણમાં લાવવા માટે કરેલી કામગીરીની માહિતી મેળવી હતી. જે સંદર્ભે મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી. જેની પ્રતિક્રિયા રૂપે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારની કામગીરી પર સવાલો કર્યા હતા.

કિસાન કોંગ્રેસના ચેરમેને સરકારને કરેલા સવાલો

  • પાલભાઇ આંબલીયાના જણાવ્યાનુસાર મૃત પશુના આંકડાઓ બાબતે જિલ્લા તંત્ર પર દોષનો ટોપલો ઢોળાયો તો જિલ્લા તંત્ર સામે પગલાં કેમ લેવાયા નહિ?
  • મૃત પશુના મૃતદેહ નિકાલની જવાબદારી જિલ્લા તંત્રની હોય તો તંત્ર સામે કાર્યવાહી કેમ નહિ?
  • 10-12 ગામ વચ્ચે એક પશુ દવાખાનું હોય તો ખરેખર આટલા ડોકટર છે ખરા?

આવા પશ્ર્નોનો જવાબ આપવા તથા બેજવાબદાર સામે પગલા લેવા પડકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...