જિલ્લાને કુપોષણ રહિત બનાવવાનો પ્રયાસ:દેવભૂમિ દ્વારકામાં કુપોષણમુક્ત ભારત અભિયાનની ઉજવણી; DDOએ તમામને અભિયાનમાં જોડાવા અપીલ કરી

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં બાળકો, માતાઓમાં કુપોષણની સ્થિતિમાંથી મુક્ત કરાવવા અને દેશમાં પોષણની સ્થિતિ સુધારવા કુપોષણમુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો કુપોષણમુક્ત બને અને આ જિલ્લાનું કોઈ પણ બાળક કે માતા કુપોષિત ના રહે તે માટે આ અભિયાનમાં જોડાઈ સ્વયં સામાજિક જવાબદારી અદા કરવા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર માસ રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવાય છે
સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. આ જન આંદોલનને સફળ બનાવવા માટે પંચાયતી રાજની ત્રણેય સ્તરની સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે. તમામ ગામોમાં વસતા પરિવારોમાં કુપોષણ ધરાવતા શિશુઓ, લોહીની ઉણપ ધરાવતા શિશુઓ, જન્મ સમયે ઓછું વજન ધરાવતા શિશુઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે પરિવારની ગર્ભવતી બહેનો અને ધાત્રી માતાઓની સવિશેષ કાળજી રાખી તેઓને પોષણ અભિયાન હેઠળ સ્વસ્થ આહાર મળે અને સાથે સાથે સ્વાસ્થ્યની યોગ્ય કાળજી સ્થાનિક આરોગ્ય શાખા તરફથી મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ પોષણ માહમાં પોષણ પંચાયત બનાવવા તેમજ જરૂરી ઘટકો ઉપર ભાવ મુકવામાં આવશે. જેમાં મહિલા અને સ્વાસ્થ્ય, "પોષણ ભી પઢાઇ ભી", જાતિગત સંવેદનશીલ જળ સરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારોમાં મહિલા અને બાળકો માટે પરંપરાગત ખોરાકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...