વિશ્વ ઝામર દિવસ:ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી; મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

દ્વારકા ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં વિશ્વ ઝામર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના ઉપક્રમે આજરોજ વિશ્વ ઝામર દિવસની ઉજવણી કરાઈ હતી.

જેમાં ઝામરના લીધે આંખની દૃષ્ટિમાં ઘટાડો થવો, આંખમાં દુખાવો થવો તેમજ કાયમી અંધાપો આવી શકવાની શક્યતા વચ્ચે આવા લક્ષણ દેખાય તો તાકીદે નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ અને તપાસ કરાવવા અંગે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઝામરથી આંખને બચાવવા અને આ અંગેની સાવચેતી કેળવવા માટે સરકારી હોસ્પિટલના ડોક્ટર લીમ્બાચીયા દ્વારા દર્દીઓને જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનોજ કપૂર સહિતના અન્ય ડોક્ટરો તથા સ્ટાફ જોડાયા હતા. જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...