દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસની બોટે પેટ્રોલિંગ વેળાએ શમીયાણી ટાપુ નજીક એક પેસેન્જર બોટને રોકીને ચેક કરતા ઓખાથી બેટ જેટી સુધીના લાયસન્સ હોવાનુ ખુલ્યુ હતુ.જયારે સલામતીના સાધનો પણ ન હોવા સહિતની શરત ભંગે મુદદે જીએમબી દ્વારા ઉકત બોટનુ લાયસન્સ પંદર દિવસ માટે મોફુફ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનુ સામે આવ્યુ છે. ઓખા મરીનના પીએસઆઇ ડી.એન.વાંઝા સહિત પોલીસ ટીમ બોટ દ્વારા પેટ્રોલિંગ કરી હતી હતી જે વેળાએ ઓખા શમયાણી ટાપુ નજીક એક પેસેન્જર ભરેલી બોટ મળી આવી હતી.
આથી પોલીસે અલકાદરી નામની બોટને રોકી ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેનુ લાયસન્સ-કોલ ચકાસતા સુમાર સાલેમામદ નામે હતુ જેના ટંડેલ ઉંમર મામદ થૈમ પણ હાજર હતા. પોલીસની ચકાસણીમાં લાયસન્સ ફકત ઓખાથી બેટ દ્વારકા જેટી સુધીનુ હતુ.ઉપરાંત તેમાં એ.આઇ.એસ.કે જી.પી.એચ. જેવા કે સેફટીના સાધનો પુરતા પ્રમાણ મા ન હોય છતા ગેરકાયદે રીતે પેસેજર ભરી સમ્યાણી ટાપુ (હાર્બલ એરીયા)મા પેસેન્જર વહન કરતા પોલીસને મળી આવી હતી.જે મંજુરી વગર પોર્ટ હાર્બર એરીયામાં ડોલ્ફીન ફીશ જોવા માટે ગઇ હોવાનુ જાણવા મળ્યુ હતુ.
આથી બોટ ચાલક/માલીકે પોતાની બોટમાં ફકત પેસેન્જર જેટીથી બેટ પેસેન્જર જેટી સુધીનુજ લાઇસન્સ્ હોવા છતા હર્બલ એરીયામા બોટ વહન કરતી હોવાથી GMB ના પરિપત્રના ભંગ થયાનુ ખુલ્યુ હતુ.આથી જીએમબી દ્વારા અલકાદરી બોટનુ લાયસન્સ પંદર દિવસ સુધી મોકુફ રાખવાનો હુકમ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએમબી દ્વારા બંદરની ચેનલ કે હાર્બલ એરીયામાં કોઈ બોટને પેસેન્જર વહન કરવાની મનાઈ ફરમાવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.