ગુજરાત વિધાનસભા ચૂંટણા 2022:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા મતદાર માહિતીની સ્લીપ વિતરણની કામગીરીનો પ્રારંભ

દ્વારકા ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે મતદાર માહિતી કાપલી (Voter Information Slip)નું વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મતદાર માહિતી કાપલીમાં આગળની બાજુએ મતદારનું નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સબંધીનું નામ, મતદાન મથકનો ભાગ નંબર અને નામ, મતદારયાદીમાં ક્રમ નંબર, મતદાન મથકનું સરનામુ, મતદાનની તારીખ અને સમય વગેરે વિગતો દર્શાવેલી હશે. જ્યારે મતદાર માહિતી કાપલીની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ અને મતદારો માટેની અગત્યની સૂચનાઓ દર્શાવેલી હશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી તા. 25 સુધી કરવામાં આવશે. જેની નોંધ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લામાં મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી અંતર્ગત ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં બી.એલ.ઓ., ઝોનલ ઓફિસર તેમજ મદદનીશ ઝોનલ ઓફિસરને મતદાર માહિતી કાપલી વિશે તાલીમ આપવામાં આવી હતી. સાથે યુવા મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરતો પત્ર પહોંચાડવા અંગેની જરૂરી સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...