લાયન્સ ક્લબની સરાહનીય કામગીરી:ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા ઠંડીની ઋતુને અનુલક્ષીને ધાબળા વિતરણ કરાયું

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાની સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા હાલ ઠંડીની ઋતુને અનુલક્ષીને દરિયાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ (હ. મહેશભાઈ પાઉ) ના સંપૂર્ણ આર્થિક સહયોગથી શહેરમાં ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નગર ગેઈટ પાસે આવેલી સુપ્રસિદ્ધ સેવા કુંજ હવેલી ખાતે પૂજ્ય માધવી વહુજીના હસ્તે 25 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જલારામ મંદિર ખાતે 30 જેટલા પરિવારોને પણ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પૂર્વ ગવર્નર ધીરેન બદીયાણીએ ઉપસ્થિત રહી આ સેવા પ્રવૃત્તિ બદલ દરિયાલાલ ચેરીટેબલ ટ્રસ્ટના મહેશભાઈ પાઉં તથા લાયન્સ ક્લબના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા)ને અભિનંદન પાઠવ્યા હતા.

આ વિતરણ વ્યવસ્થા માટે લાયન્સ ક્લબના ઝોન ચેરમેન અને સેક્રેટરી હાડાભા જામ તેમજ પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીએ આયોજન કર્યુ હતું. દાતા પરિવારે આ પ્રવૃતિથી સંતોષ વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા કાર્યોને વેગવાન બનાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...