• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • BJP Candidate Mulubhai Bera Submitted Nomination Papers Along With Parimalbhai; Supporters Were Present Amid The Police Presence

વિધાનસભા ચૂંટણી-202:ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાએ પરીમલભાઈ સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું; પોલીસ બંદોબસ્ત વચ્ચે ટેકેદારો ઉપસ્થિત રહ્યાં

દ્વારકા ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્ત્વની અને ચર્ચાસ્પદ બની ગયેલી ખંભાળિયા વિધાનસભાની બેઠકના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે રાષ્ટ્રીય પક્ષો સાથે અપક્ષ ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.

સક્ષમ અને સજ્જન ઉમેદવાર ચૂંટી કાઢવાની અપીલ
આજરોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ તથા ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સના પરિમલભાઈ નથવાણીનું આજરોજ સવારે અત્રે આગમન થયું હતું. તેઓએ પ્રથમ અહીંના ભગવતી હોલ ખાતે ગયા બાદ ત્યાં અહીંના ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા સાથે અહીંની પ્રાંત કચેરી ખાતે પહોંચી ત્યાં પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સમક્ષ મુળુભાઈ બેરાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અહીં ખાસ ઉપસ્થિત રહેલા પરિમલભાઈ નથવાણીએ લોકોને મતાધિકારનો ઉપયોગ કરી સક્ષમ અને સજ્જન ઉમેદવાર ચૂંટી કાઢવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...