સરસ્વતી સહાય યોજના:કલ્યાણપુરના મોટા આસોટા ગામની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે સાયકલ વિતરણ કરાઈ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે આવેલી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ નવની વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવી હતી. સરસ્વતી સહાય યોજના અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓમાં આનંદની લાગણી પ્રસરી
મોટા આસોટા ​સરકારી શાળાના આચાર્ય જગમાલ ભેટારીયા દ્વારા સમાજ કલ્યાણ વિભાગના સહયોગથી બક્ષીપંચ, આર્થિક પછાત તથા અનુસૂચિત જાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી બાળાઓને સાયકલ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યંત પછાત વિસ્તારની ગરીબ વર્ગની કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવતા વિદ્યાર્થીનીઓનો તથા વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...