મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજન:ખંભાળિયા શહેરમાં અંગદાન જનજાગૃતિ માટે સાયકલ રેલી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ગાર્ડનથી કર્યુ પ્રસ્થાન
  • મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યુ, શહેરીજનો ઉત્સાહભેર જોડાયા

મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા અંગદાન જનજાગૃતિ માટે ખંભાળીયા ખાતે પાલિકા ગાર્ડનથી સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું. જેની શરૂઆત પાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.

રેલી પાલિકા ગાર્ડનથી શરૂ થઈ સ્ટેશન રોડ, ચાર રસ્તા, નગર ગેઇટ સહિતના વિસ્તારમાંથી ફરી જોધપુર ગેઇટ ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં જુદા જુદા આગેવાનો, પોલીસ જવાનો, પત્રકારો, મહિલા આગેવાનો સહિતના લોકો રેલીમાં જોડાયા હતા. રેલી જોધપુર ગેઇટ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઈ હતી. મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા અંગદાન મતદાનની જનજાગૃતિ માટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...