અકળ કારણોસર ભીમરાણાના યુવાને જિંદગી ટૂંકાવી
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ખેતા ડાડુ વારસાકીયા નામના 30 વર્ષના યુવાને ગઈકાલે મંગળવારે તેમના રહેણાંક મકાનના રસોડામાં પંખાના હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવની જાણ જેસા વેજા વારસાકીયાએ મીઠાપુર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પૈસાની લેતી લેતી બાબતે આધેડ પર હુમલો: મારી નાખવાની ધમકી
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા જેસાભાઈ હેભાભાઈ વરુએ તેજ વિસ્તારમાં રહેતા રાણા સવદાસ વરુ, ખીમા લખુ વરુ, રામદે માલદે વરુ, મારખી સાજણ વરુ અને પબા સવદાસ વરુ નામના પાંચ કૌટુંબિક શખ્સો સામે તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુ તથા લાકડી વડે બેફામ માર મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી જેસાભાઈના પિતા હેભાભાઈએ અગાઉ આરોપીઓના દાદા પાસેથી પૈસા ઉછીના લીધેલા હતાં, જે બાબતનું મનદુઃખ રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ખંભાળિયા-સલાયા માર્ગ પર સરકારી હોસ્પિટલ પાસે પસાર થતી કારને અટકાવી, પોલીસે ચેકિંગ કરતાં તે કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાંથી પોલીસે રૂપિયા દોઢ લાખની કિંમતની અલ્ટો કાર તથા 22 લીટર દારૂ ઉપરાંત એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,55,640ના મુદ્દામાલ સાથે ખંભાળિયા તાલુકાના બેહ ગામની ઉગમણી વાડીમાં રહેતા લાખા મંગા સંધીયા નામના 35 વર્ષના શખ્સની અટકાયત કરી, પ્રોહિબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.