હુમલો:કલ્યાણપુરના ભાટિયા ગામે વીજ અધિકારીને ફડાકા ઝીંકીને ધમકી

ખંભાળિયા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડીએ થાંભલામાં એન્ગલ કેમ બદલાવી નથી આપતા કહીને હુમલો

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક ભાટીયા ગામે વિજ કચેરીએ ફરજ બજાવતા અધિકારીને મારી વાડીમાં વિજજોડાણ થાંભલાની એન્ગલ કેમ બદલાવી આપતા નથી અેમ કહી ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ફરીયાદ વાડીધારક શખસ સામે નોંધાઇ છે.પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પીજીવીસીએલમાં ફરજ બજાવતા સંદીપકુમાર ગમાલાલ ચૌધરી નામના કર્મી પોતાની સરકારી ફરજ પર હાજર હતા જે વેળાએ આરોપી કાળું ફોગાભાઈ કરંગીયાએ સંદીપકુમારની ઓફિસમાં આવી સંદીપકુમારને ‘’ મારી વાડીમાં આવેલ લાઈટ કનેક્શન થાંભલાના લોખંડની એંગલ કેમ બદલાવી નથી આપતા ‘’ તેમ કહી અપશબ્દોનો પ્રયોગ કરી શર્ટનો કોલર પકડી ત્રણ ચાર ફડાકા મારી આંખ-ગળા તથા હાથની આંગળીમાં મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાનો બનાવ બહાર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...