જુગારધામ પર LCBના દરોડા:ભાણવડના મોટા કાલાવડ ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી; રૂ. 1.30 લાખના મુદ્દામાલ સાથે સાત ઝડપાયા

દ્વારકા ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે મંગળવારે રાત્રે હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ અંગેની કામગીરીમાં એ.એસ.આઈ. કેશુરભાઈ ભાટિયા તથા જયદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામની સીમમાં ફતેપુરના પાટિયા પાસે રહેતા મિલન જીવાભાઈ બૈડીયાવદરા નામના 23 વર્ષના શખ્સ દ્વારા પોતાના વાડીના મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી ચલાવાતા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો
આ સ્થળેથી પોલીસે મિલન જીવાભાઈ સાથે રામા મેરામણ કનારા, આલા લખમણ ગાગલીયા, ભાયા પીઠા કનારા, હરેશ ખીમા કનારા, પ્રવીણ ગોવિંદ બૈડીયાવદરા અને રામા અરજણ બૈડીયાવદરા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 39 હજાર 400 રોકડા તથા રૂપિયા 31 હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 60 હજારની કિંમતની ત્રણ નંગ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1 લાખ 30 હજાર 400નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

પોલીસે રૂપિયા 1 લાખ 30 હજાર 400નો મુદ્દામાલ કબજે કર્યો
​​​​​​​આ કામગીરી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના કેશુરભાઈ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ, નરશીભાઈ, જીતુભાઈ, જેસલસિંહ, સહદેવસિંહ, બોઘાભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...