પ્રતિબંધીત જાહેરનામું:શિવરાજપુર બીચ પર 31 ઓગસ્ટ સુધી ન્હાવા, સ્વિમિંગ કરવા તથા બિચ પર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ

દ્વારકા ખંભાળિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના શિવરાજપુર બીચ પર 31 ઓગસ્ટ સુધી લોકોને ન્હાવા, સ્વિમિંગ કરવા તથા બિચ પર વાહનોની અવરજવર તથા કચરો ફેંકવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકાના શિવરાજપુરના બ્લ્યુ ફ્લેગ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. દ્વારકા જિલ્લાનો બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. તથા શિવરાજપુર બીચ એ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે.

જાહેરનામાના ઉલ્લંઘન કરનાર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે
​​​​​​​
જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે. અને દરિયો પણ તોફાની હોય છે. તેમજ દરિયામાં જોરદાર પ્રવાહના કારણે આવતા યાત્રિકોની સુખાકારી હેતું શિવરાજપુર બીચ પર (લાઇટ હાઉસ સર્વે નં. 58 થી શિવરાજપુર બીચના ખાડી 2 પોઇન્ટના છેડા સુધી, 5 કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાનો વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા સ્વીમીંગ કરવા પર પ્લાસ્ટીકના ઉપયોગ, વપરાશ, વાહનોની અવર જવર, કચરો ફેંકવા તેમજ કેમપેઇન કરવા તા.31.08.22 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ 188 અન્વયે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...