ઝઘડો:બેટ દ્વારકામાં કપડા ધોવાનો પથ્થર માંગતા મહિલા પર ધોકા વડે હુમલો

ખંભાળિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડાના ધોકાના ઘા ફટકારી ઢીંકાપાટુનો માર માર્યાની 2 મહિલા સામે રાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં રહેતા મહિલાએ કપડા ઘોવા પથ્થર માંગતા ગાળો ભાંડી બે મહિલાએ ઝઘડો શરૂ કરી ઘોકાનો ઘા વાંસામાં ફટકારી ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાઇ છે. દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ખાતે રહેતા કુલસમબેન ગનીભાઈ ચમડિયાએ કપડાં ધોવા માટે આરોપી શેરબાનુંબેન પાસે કપડાં ધોવાનો એક પથ્થર માંગયો હતો જેમાં આરોપી શેરબાનુંબેનએ ફરિયાદી કુલસમબેનને બેફામ ભૂંડી ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.

જેથી ફરિયાદી કુલસમબેન ઝઘડો નહિ કરવા સમજાવતા આરોપી હવાબેનએ પણ ફરિયાદી કુલસમબેનને જેમ તેમ બોલી આરોપી શેરબાનુંબેનએ મારવા દોડતા સાહેદ જિનતબેન વચ્ચે આવતા સાહેદ જિનતબેનને ધોકાનો ઘા વાસામાં માર્યો હતો. એટલું જ નહીં આરોપી હવાબેનએ તથા આરોપી શેરબાનુંબેનએ ફરિયાદી કુલસમબેનના વાળ પકડી ઢીકાપાટુનો માર મારી માથાતથા વાસામાં કપડાં ધોવાના લાકડાના ધોકાનો ઘા મારી ઇજા પહોંચાડયાના આ સમગ્ર મામલે ફરિયાદી કુલસમબેનએ ઉક્ત આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...