વાર્ષિક અહેવાલનું વિમોચન:મીઠાપુરમાં બની ગોમતી લાઈવસ્ટોક અને નવજાગૃતિ ફિશરીઝ, કંપની એક્ટમાં નોંધણી કરાઈ

દ્વારકા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્નેની કંપની પ્રથમ વાર્ષિક સાધારણ સભાયોજાઇ : વાર્ષિક અહેવાલનું વિમોચન કરાયું

દ્વારકાના મીઠાપુર ખાતે સબરસ ભવન મીઠાપુરમાં ગોમતી લાઈવસ્ટોક પ્રોડ્યુસર કંપની લિમિટેડ અને નવજાગૃતિ ફિશરીઝ પ્રોડ્યૂસર કંપની લિમિટેડ બન્નેની પ્રથમ વાર્ષિક સાધારણ સભા વર્ષ 2021-2022 ની યોજવામાં આવી. જેમાં બંને એફપીઓના હિસાબો રજુ કરવામાં આવ્યા અને વાર્ષિક અહેવાલનું વિમોચન કરાયંુ હતું.

દ્વારકાના મીઠાપુર ખાતે સબરસ ભવન મીઠાપુરમાં ગોમતી લાઈવસ્ટોક પ્રોડ્યુસર કંપની લિમિટેડ અને નવજાગૃતિ ફિશરીઝ પ્રોડ્યૂસર કંપની લિમિટેડ બન્નેની પ્રથમ વાર્ષિક સાધારણ સભા વર્ષ 2021-2022 ની યોજવામાં આવી હતી.જેમાં બંને એફપીઓના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાર્ષિક અહેવાલનું વિમોચન કરવામાં આવ્યુ હતું આ સાથે જ સભાસદોના પ્રશ્નો, જવાબ, સુજાવ અંગે ચર્ચા કરી કંપનીના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ કાર્યક્ર્મમાં એફપીઓના ચેરમેન અદિબાઈ ભીખાભા સુમણિયા અને ભીખુભાઇ બાબુભાઇ પરમાર, ડીડીએમ નાબાર્ડના નાગેન્દ્ર શર્મા, દેવભૂમિ દ્વારકા, એલડીએમ દ્વારકા ફિશરીઝ અધિકારી ઓખા,સેન્ટ્રલ બેંક મેનેજર, ટાટા કેમિકલ્સના હેડ કામત સાહેબ, ટીસીએસઆરડી ના સિનિયર મેનેજર કમાણી તથા ટીસીએસઆરડી ના અધિકારીઓ, બને એફપીઓના બૉડ ઓફ ડાયરેક્ટરો, ટેકનિકલ સ્ટાફ અને કર્મચારીગણ તથા બંને એફપીઓના 247 ભાઈઓ અને બહેનો સભાસદોની હાજરીમાં વાર્ષિક સાધારણ સભા કરવામાં આવી હતી.

કોમન સર્વિસ સેન્ટર ચાલુ કરાશે
દેવભૂમિ દ્વારકા પંથકના પશુપાલકો અને માછીમાર લોકોએ સાથે મળીને પોતાના વિકાસ અર્થે બનાવેલ ગોમતી લાઈવસ્ટોક પ્રોડ્યુસર કંપની લિમિટેડ અને નવજાગૃતિ ફિશરીઝ પ્રોડ્યૂસર કંપની લિમિટેડની કંપની એક્ટમાં નોંધણી કરવામાં આવી. જેમાં હાલમાં 240 સભાસદો છે. આમ સભાસદો સંગઠન દ્રારા ઘર આંગણે જ ઉત્તમ મદદ ‌મળી રહે તે માટે સૌ પ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના પશુપાલકો અને માછીમારી ખેડૂતો માટે ટૂંક સમયમાં કોમન સર્વિસ સેન્ટર ચાલુ કરવામાં આવશે તથા મુલ્યવર્ધન તથા ખાસ માર્કેટીંગ કરી અન્ય સંસ્થાઓ, કંપનીઓ, એક્સપોર્ટો સાથે જોડાણ કરી વેપાર કરવા સતત પ્રયત્નો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...