• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Ban On Election Exit Polls And Opinion Polls In Dwarka; A Picture essay Competition Was Held On The Theme Of Voting Awareness

સવેતન રજા આપવા ભલામણ:દ્વારકામાં ચૂંટણીના એક્ઝિટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ; મતદાન જાગૃતિ થીમ પર ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાઈ

દ્વારકા ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાની ચૂંટણી માટે આગામી તા. 1 ના રોજ મતદાન થશે. જેથી વિવિઘ અધિનિયમ હેઠળ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ- 135(બી) મુજબ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ અને કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેંશે નહીં. તો બીજી તરફ ચૂંટણીના એક્ઝિટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યું છે. જો આવુ થયુ તો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 કલમ-126(1)(બી) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ કલ્યાણપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં મતદાન જાગૃતિ થીમ પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મતદાન કરવા અંગે પ્રેરણા આપી હતી.

વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે
જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો કે શક્યતા હોય. જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના હોય. તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કે કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે છે. તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાકથી વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જોગવાઈ વિરુદ્ધ વર્તન કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે. તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી ડી.એ. પરમાર, જિલ્લાના ઇન્ચાર્જ રોજગાર અધિકારીના ફોન નં. 02833-234210, ખંભાળિયામાં જિલ્લા સેવા સદનમાં આવેલી જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા જિલ્લા માઇગ્રેટરી ઈલેક્ટર્સ નોડલ ઓફિસર અને ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

ચૂંટણી સંબંધી સામગ્રી ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસાર કરવી નહી
ભારતના ચૂંટણી આયોગ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126(એ)ની પેટા કલમ-1 હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સોમવાર તારીખ 5 ડિસેમ્બર સુધી નક્કી તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસાર કરવી નહી. જો આવુ થયુ તો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 કલમ-126(1)(બી) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લામાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે.

મતદાન કરવા અંગે પ્રેરણા આપી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં મતદાન જાગૃતિ થીમ પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મતદાન કરવા અંગે પ્રેરણા આપી હતી.

લોકશાહીના આ અવસરમાં જોડાવવા સમજણ આપી
આ ઉપરાંત ભાટિયા ગામે આવેલી પી.આર.એસ. હાઈસ્કૂલમાં "લોકશાહી" તથા "એક મતનું મૂલ્ય" વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મતદાનનું મહત્ત્વ સમજાવતા નિબંધ લખી, વાલીઓને મતદાન કરી લોકશાહીના આ અવસરમાં જોડાવવા સમજણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...