• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Attack On Young Man For Playing Tapes; A Crime Has Been Registered Under The Section Of Violation Of Notification For Bursting Firecrackers In The Bus Station

દ્વારકામાં ક્રાઈમની ત્રણ ઘટના:ટેપ વગાડવા બાબતે ટપારતા યુવાન પર હુમલો; બસ સ્ટેશનમાં ફટાકડા ફોડતા જાહેરનામાના ભંગની કલમ મુજબ ગુનો​​​​​​​ નોંધાયો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા લખમણ રાજુભાઈ જમોડ નામના 18 વર્ષના યુવાને રાવલના બસ સ્ટેશનમાં ફટાકડા ફોડતા આ વિસ્તારના રાહદારીઓને અડચણ સાથે ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગે સ્થાનિક પોલીસે ફટાકડા અંગેના જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ લખમણ જમોડ સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ટેપ વગાડવા બાબતે ટપારતા યુવાન પર હુમલો
દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ ગોવિંદભાઈ ચાનપા નામના 20 વર્ષના યુવાને આ જ વિસ્તારમાં રહેતા પ્રવીણ દેશાભાઈ ઘવડને તેના રીક્ષામાં ટેપ ધીમું વગાડવાનું કહેતા આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા પ્રવીણ દેશાભાઈ સાથે મિહિર પ્રવીણભાઈ, વિશાલ પ્રવીણભાઈ અને દિવ્યાબેન પ્રવીણભાઈ ઘવડ દ્વારા લાકડી વડે હુમલો કરી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સબબ દ્વારકા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે મિહિર પ્રવીણભાઈ ઘવડ દ્વારા વિપુલ ગોવિંદભાઈ ચાનપા, ગોવિંદભાઈ હીરાભાઈ ચાનપા, મુકેશ ગોવિંદભાઈ ચાનપા અને રમેશ હીરાભાઈ ચાનપા સામે ફરિયાદી મીહિરભાઈ તથા તેમના પિતાને બિભત્સ ગાળો કાઢી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

યુવાન પર હુમલો કરતા મહિલાઓ સહિત ચાર સામે ગુનો
ખંભાળિયામાં સોનલ માતાજીના મંદિર પાસે રહેતા જીતુભાઈ સુકાભાઈ શાચિયા નામના 37 વર્ષના યુવાનને આ જ વિસ્તારમાં રહેતા મેહુલ, ખોડાભાઈ, સવિતાબેન તથા હિરલબેન નામના ચાર વ્યક્તિઓએ બિભત્સ ગાળો કાઢી, લાકડી વગેરેના ઘા મારી ફ્રેકચર સહિતની ઈજાઓ કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી જીતુભાઈ તેમના ઘર પાસે બેઠા હતા, ત્યારે આરોપી મેહુલ તથા ખોડાભાઈ તેમના મોટરસાયકલ પર પૂર ઝડપે શેરીમાંથી નીકળતા તેઓને તેમનું મોટરસાયકલ ધીમુ ચલાવવાનું કહેતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...